અખંડ ભારતના રચેતા અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧મી ઓક્ટોબરના દિવસે જન્મજ્યંતિ છે. આ જન્મજ્યંતિને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ યુનિટી ડે તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા પણ આ દિવસની આગવી રીતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ માટે સીબીએસઈ દ્વારા દરેક શાળાઓને ખાસ એક્ટીવીટી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે જેમાં શાળાના વિધાર્થીઓને યુનિટીનું મહત્વ સમજાય તેવી એક્ટીવીટીને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત બાળકોને સાથે રહેવના ફાયદા શું છે? વગેરેને લગતી સમજ પુરી પાડવામાં આવશે. આ માટે સીબીએસઈ દ્વારા ૩૫૦ સિલેક્ટેડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ સેન્ટરો ઉપર ઇવેન્ટના માધ્યમથી વિધાર્થીઓને યુનિટી, સેફ્ટી અને સિક્યોરિટીનો સંદેશ આપવામાં આવશે.
સીબીએસઈ દ્વારા નક્કી કરવામાં આવેલ એક્ટીવીટીમાં વિધાર્થીઓએ યુનિટી, સેફ્ટી અને સિક્યોરિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું રહેશે. આ ઉપરાંત માસ એક્ટીવીટીના માધ્યમથી વિધાર્થી જીવનમાં યુનિટી અને ટીમ વર્કનું મહત્વ સમજે સાથે જ દેશના સૌથી મહત્વના નેતાઓ પૈકી એક એવા સરદાર પટેલના જીવન વિશે જાણે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને દેશમાં એકતા અને અખંડતાનું પ્રતિક માનવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોના કારણે જ દેશના ૫૪૩ અલગ અલગ રજવાડાઓને એકઠા કરીને અખંડ ભારતનું નિર્માણ શક્ય બનેલું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે સીબીએસઈએ વિધાર્થીઓને યુનિટીના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે.
No comments:
Post a Comment