જો આપની પાસે વર્ષ ૨૦૦૫ પહેલાની ૫૦૦સો રૂપિયાની નોટ હશે તો તે હવે નકામી બનશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧ જાન્યુઆરી ૨૦૧૫ પછી આ નોટ લેવાનો ઇનકાર કર્યો છે. કેન્દ્ર સરકારે કાળા નાંણા પર લગામ લગાવા માટે ૫૦૦ રૂપિયાની ચલણી નોટ પાછી લેવાનો નિર્ણય કર્યો હતો. સરકારે ૨૦૦૫ પૂર્વે છપાયેલી ૫૦૦ રૂપિયાની નોટ પરત કરવા માટે ૩૧ માર્ચ ૨૦૧૪ સુધીનો સમય આપ્યો હતો.
નકલી નોટોના ઉપયોગને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો. જો કે આ બધા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ નોટ પરત કરવા માટે લોકોને એક વધુ ચાન્સ આપ્યો છે. જેમાં હવે ૨૦૦૫ પૂર્વેની રૂપિયા ૫૦૦ની નોટ પરત કરવાની સમય મર્યાદા ૩૧ માર્ચ ૨૦૧૪થી વધારીને જાન્યુઆરી ૨૦૧૫ કરવામાં આવી છે. જયારે નોટો બદલવાનો સિલસીલો એપ્રિલ માસથી શરુ થશે.
જો કે સરકારના આ નિર્ણયથી નકલી ચલણી નોટના ઉપયોગ પર રોક લાગશે.તેમજ જેની પાસે ૫૦૦ની નકલી નોટ છે તે ઓટોમેટીક નકામી થશે. જો કે આ ઉપરાંત લોકો ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડના ઉપયોગ વધારીને નકલી નોટના ઉપયોગ પર સરળતાથી રોક પણ લગાવી શકશે.
No comments:
Post a Comment