આર. કે. નારાયણનો જન્મ બ્રિટીશ ભારતમાં, મદ્રાસ પ્રેસિડન્સીના મદ્રાસ(હવે ચેન્નઈ તરીકે જાણીતું)માં 10 ઓક્ટોબર, 1906માં થયો હતો. તેમના પિતા શાળાના મુખ્ય શિક્ષક હતા, અને નારાયણ પોતાના અભ્યાસનો કેટલોક ભાગ તેમના પિતાની શાળામાં ભણ્યા હતા. પિતાની નોકરીમાં વારંવાર સ્થળાંતર આવશ્યક હોવાથી તેમણે તેમના બાળપણનો કેટલોક હિસ્સો તેમનાં મોસાળમાં નાનીની સંભાળ હેઠળ ગાળ્યો હતો. 2001ના મે મહિનામાં નારાયણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે પછી નારાયણ ક્યારેય સાજા ન થયા. તેઓ 94 વર્ષની ઉંમરે 13 મે, 2001ના દિવસે ચેન્નઈમાં અવસાન પામ્યા.
- 'માલગુડી ડેયઝ' અને 'ગાઈડ'ના સર્જક આર.કે.નારાયણે માનવીય સંવેદનાને સ્પર્શતી કથાઓ દ્વારા સાહિત્ય સર્જનને નવી ઊંચાઈ આપી
 - ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ને વ્યાપક રીતે વંચાતા નવલકથાકારોમાં આર.કે. નારાયણનો સમાવેશ થાય છે. એમની વાર્તાઓમાં માનવીય સંવેદનાનો સ્પર્શ છે. આમ આદમીની સામાન્ય જિંદગીમાં સહજ રીતે નિષ્પન્ન થતાં હાસ્ય, રમૂજ અને એ જિંદગીમાં ધબકતી ઊર્જાઓનો વાર્તાઓમાં પડઘો પડે છે.
 - આર. કે. નારાયણનો જન્મ મદ્રાસમાં 10 ઓક્ટોબર, 1906માં થયો હતો. એમના પિતા પ્રાંતીય હેડ માસ્ટરનો હોદ્દો ધરાવતા હતા. આર. કે. નારાયણે એમનું શરૂઆતનું બાળપણ પોતાનાં નાની પાર્વતીજી સાથે મદ્રાસમાં વીતાવ્યું અને ઉનાળાના દિવસોમાં માત્ર થોડાં અઠવાડિયાં માટે જ તેઓ પોતાનાં માતાપિતા ને ભાઈ-બહેનો સાથે ગાળતાં હતાં.
 - મદ્રાસમાં એમનાં નાનીના ઘરની બાજુમાં આવેલી લુથેરાન મિશન સ્કૂલમાં આઠ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. જ્યારે એમના પિતાની મૈસૂરમાં મહારાની હાઈસ્કૂલમાં હેડમાસ્ટર તરીકે નિમણૂક થઈ ત્યારે આર. કે. નારાયણ મદ્રાસ છોડી એમનાં મા બાપ સાથે રહેવા માટે મૈસૂર ગયા હતા. તેમણે કોલેજમાં સ્નાતકની પદવી મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી હતી.
 - આર. કે. નારાયણની 'માલગુડી ડેયઝ' વાર્તા પ્રખ્યાત છે. તેના પરથી આ નામની લોકપ્રિય ટીવી શ્રેણી ટેલિકાસ્ટ થઈ હતી. તેમની નવલકથા ગાઈડ પરથી દેવ આનંદ પછી 'ગાઈડ' ફિલ્મ બનાવી હતી.
 - આર.કે. નારાયણે 'સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ' પુસ્તકથી 1935થી પોતાની લેખન કારકિર્દી શરૂ કરી. સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ સહિતની તેમની વાર્તાઓ માલગુડી નામના એક કાલ્પનિક કસબા પર આધારિત છે. જેમાં મૂળ ભારતીય જીવન પ્રણાલી સાથે આર. કે. નારાયણનો સ્પર્શ જોવા મળે છે. એમની લેખનશૈલી સરળ અને સહજ તથા હાસ્ય, રમૂજથી ભરપૂર છે. જેમાં વ્યંગ ને કટાક્ષ પણ છે. તેમાં ભારતમાં પૂર્વીય ને પાશ્ચાત્ય સંસ્કૃતિના મિલનનો જે સંક્રાંતિકાળ હતો એને સુપેરે દર્શાવાયો છે.
 - આર.કે. નારાયણની પ્રસિદ્ધ કૃતિઓમાં ધ બેચલર ઓફ આર્ટ્સ,ધ ડાર્કરૂમ, ધ ઈંગ્લિશ ટીચર, ધ ફાયનાન્સિયલ એક્ષપર્ટ, ધ ગાઈડ, ધ મેન ઈટર ઓફ માલગુડી, ધ વેન્ડર ઓફ સ્વીટ્સ, માલગુડી ડેયઝ, ધ ગ્રાન્ડ મધર્સ ટેઈલ વગેરેનો સમાવેશ થાય છે.
 - આર.કે. નારાયણને 1958માં 'ગાઈડ' માટે સાહિત્ય એકેડેમીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1964માં પદ્મભૂષણનો એવોર્ડ એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. 1989માં તેમને રાજ્યસભાના સભ્યપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 
Sandeshnews
   
No comments:
Post a Comment