GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

શાળા આરોગ્ય કાર્યક્રમનો ૧૩મી નવેમ્બરથી આરંભ થશે

Nov 13 School Health Programદર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા આરોગ્ય કાર્યક્રમનો ૧૩મી નવેમ્બરથી આરંભ થશે. જેમાં ભાવનગર જિલ્લાનાં ૬૫૨૨૨૨ જેટલા બાળકોના આરોગ્ય તપાસ કરવામાં આવશે. સમગ્ર સપ્તાહ દરમિયાન બાળકોના આરોગ્‍યની તપાસણી, તંદુરસ્‍ત બાળ હરિફાઈ, પૌષ્ટિક વાનગી પ્રદર્શન અને સ્‍વચ્‍છતા અભિયાનને જોડવામાં આવશે.
શિક્ષણ, આરોગ્‍ય અને મહિલા બાળ વિકાસ વિભાગની કામગીરીને સંકલિત કરી આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા સુપર સ્‍પેશ્‍યાલીટી સારવાર માટે લોકોને દૂરસુદૂરથી અમદાવાદ આવવું પડે છે તે માટે રાજ્‍ય સરકાર હકારાત્‍મક અભિગમ દાખવીને સ્‍થાનિક કક્ષાએ જ સરકારી હોસ્‍પિટલો કે ખાનગી સંસ્‍થાઓ જે સેવા કરવા માટે તત્‍પર છે તેમનો વ્‍યાપક સહયોગ લેશે. જેનાથી સારવાર માટેના વેઈટીંગ લીસ્‍ટમાં ધટાડો થશે. રાજ્‍ય આરોગ્‍ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને ચરિતાર્થ કરવા માટે વાલીઓ, શિક્ષકો અને આરોગ્‍ય વિભાગના કર્મીઓના સહકારથી આ અભિયાનને સફળ બનાવાશે.
દરેક ગામમાં શાળા આરોગ્ય કાર્યક્રમ પાંચ દિવસનો શાળા આરોગ્ય સપ્તાહ તરીકે ઉજવાશે જે દરમિયાન દરેક દિવસે અલગ અલગ વિભાગોને થીમ વિભાગ તરીકે ઘોષિત કરીને તે પ્રમાણે પ્રથમ દિવસ સેનીટેશન ડે પંચાયત અને પાણી પુરવઠા વિભાગના સહયોગથી ગામ અને શાળાની સામાન્ય સફાઈ, પાણીના સ્ત્રોત અને ગટરની સફાઈ શાળા તેમજ ગામમાં વૃક્ષારોપણ (ઔષધિય વનસ્પતિ)ની કામગીરી કરાશે.
બીજો દિવસ આરોગ્ય તપાસણી શિક્ષણ વિભાગના સહયોગથી શિક્ષક, આશા અને આરોગ્ય કર્મચારી દ્વારા બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવાની રહેશે. જેમાં બાળકની ઉંચાઈ, વજન અને અન્ય પ્રાથમિક ચકાસણી તેમજ રેલી ભવાઈ વગેરે જેવી આઈ.સી. પ્રવૃત્તિઓ યોજવામાં આવશે
ત્રીજો દિવસ પોષણ દિવસ મહિલા અને બાળ વિકાસના સહયોગથી પોષણ યુક્ત આહાર પ્રદર્શન, વાનગી હરીફાઈ, તંદુરસ્તી સગર્ભા હરીફાઈ, તંદુરસ્તી બાળ સ્પર્ધા, દાદા-દાદી મીટીંગ અને આંગણવાડી કાર્યકર દ્વારા વિધિ મીટીંગ કરવામાં આવશે.
ચોથો દિવસ તબીબી તપાસ તરીકે ઉજવવાનો રહેશે જેમાં તબીબી અધિકારી તેમજ તેઓની ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ અને વાલી મીટીંગ કરવાની રહેશે. જેમાં માતાને ખાસ હાજર રાખી માર્ગદર્શન આપવામાં આવશે.
પાંચમો દિવસ કલ્ચર ડે, પંચાયત અને શિક્ષણ વિભાગના સહયોગથી ઉજવવાનો રહેશે જેમાં આરોગ્ય લક્ષી નાટક ગીતો કવિતા આરોગ્ય લક્ષી રમતો તેમજ ગામના સરપંચ અથવા તો વિલેજ હેલ્થ સેનીટેશન કમિટિના ચેરમેન અથવા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામની પ્રથમ ત્રણ તંદુરસ્ત માતાઓ અને તંદુરસ્ત બાળકોને ઈનામ વિતરણ કરવાના રહેશે. શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન તબીબી અધિકારી તેમજ તેઓની ટીમ સુનિશ્ચિત કરવા પર કલેકટર પી.કે. સોલંકીએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

No comments: