નવી દિલ્હી, 12 નવેમ્બર
ઉપભોક્તા બાબતોના વિભાગ કેન્દ્રીય પ્રધાનમંડળમાં એક દરખાસ્ત રજૂ કરી છે તે મુજબ ઈ-કોમર્સ એટલે ઓનલાઈન થતો લે-વેચનો વેપાર ઉપભોક્તા સંરક્ષણ ધારા હેઠળનો બનાવાશે. તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક મોડથી, ઈ-ટેઈલર્સ સહિતના એટલે કે ફિલ્મ કાર્ટ, એમેઝોન, મેઈક-માપ ટ્રિપ, બુક માય શો અને સીધા વેચાણની તમામ પદ્ધતિઓને ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડશે. તે ઉપરાંત ટેલિશોપર્સ અને ઈ-ટેઈલર્સ નુકસાન પામેલ માલસામાન પાછો લેવામાં નિષ્ફળ જાય અને ગ્રાહકે ચૂકવેલી રકમ એક માસમાં પાછી આપવાની બાબતમાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે.
સૂચિત સુધારાઓમાં ઓનલાઈન લે-વેચમાં માલસામાન અને સર્વસિસ ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ સામેલ કરવામાં આવેલ છે. અનેક ગ્રાહકો ફક્ત વિજ્ઞાાપન જોઈ ઓનલાઈન અથવા ટેલિમાર્કેટિંગ કંપનીઓ મારફતે ખરીદી કરે છે. પરિણામે વેચનાર-ખરીદનાર વચ્ચે સીધો વ્યવહાર નથી થતો. જોકે દરખાસ્ત સંબંધી વાંધો રજૂ થયો છે કે આવી ખરીદી કે વેચાણમાં ઇલેક્ટ્રોનિક મધ્યસ્થીને ગેરરીતિ બદલ દોષિત ન માની શકાય. નિર્માતા, ઉત્પાદક, વેચનાર જે વચ્ચેની કડી હોય તો ગ્રાહકોનું શોેષણ થશે. કેશમેમો કે બિલ હોય તો જ ફરિયાદ દાખલ થઈ શકે તેથી આવા લે-વેચના રેકોર્ડ પણ પ્રાપ્ય બનાવવા પડશે. પ્રધાનમંડળ ગ્રાહક સુરક્ષા સત્તામંડળ પણ રચાશે.
આ ઉપરાંત સુઓમોટો અથવા ફરિયાદથી તપાસ થઈ શકશે અને તપાસમાં દસ્તાવેજ, માલાસામાન, રેકોર્ડ જપ્ત થઈ શકશે. દોષિત જણાયેલ નિર્માતા, ઉત્પાદકો, વિજ્ઞાાપનકારો વગેરેને ગેરમાર્ગે દોરનાર માની સમન્સ આપી શકાશે. વહીવટી દંડની સજા પણ કરાશે. કોઈ પ્રોડક્ટ દ્વારા વ્યક્તિગત ઈજા, મૃત્યુ કે મિલકતને નુકસાન વગેરેને પણ નવા કાયદામાં આવરી લેવાશે.

Sandesh
No comments:
Post a Comment