GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

બેન્કમાંથી એક સાથે 50,000 રૂપિયા ઉપાડવા પર લાગી શકશે છે ટેક્સ


- અગાઉ પણ નિર્ણય લેવાયો હતો પણ 2009માં પરત ખેંચી લેવાયો હતો

- મોટા ખેડુતો પરપણ ટેક્સ લાદવાની વિચારણા


બ્લેક મની પર નજર રાખતી પાર્થસારથી શોમ સમિતિએ બેન્કમાંથી નિયત કરેલી લિમિટથી વધારે પૈસા ઉપાડવા પર બેન્કિંગ ટ્રાન્જેક્શન ટેક્સ લાદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પહેલા વર્ષ 2005માં બેન્કિંગ કેશ ટ્રાન્જેક્શન ટેક્સ(બીસીટીટી) લગાવ્યો હતો જેને હેઠળ વ્યક્તિગત કિસ્સાઓમાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધારે રકમ બેન્કમાંથી ઉપાડવા પર ટેક્સ ચૂકવોવો પડતો હતો, જ્યારે અન્યને 1 લાખ રૂપિયાથી વધારે રકમ પર ટેક્સ ચૂકવવો પડતો હતો. વર્ષ 2009માં આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે,'મોટા ખેડુતોને પણ ટેક્સ નેટમાં સમાવેશ કરવો જોઇએ. 5 લાખ રૂપિયા સુધી કૃષિ આવક કરવેરા મુક્ત લિમિટમાં આવે છે. પરંતુ તે ખેડુતો જે આ લિમિટ કરતા કેટલાય ગણા વધારે કમાય છે તેમના પર ટેક્સ લાદી શકાય છે. આના કારણે કરદાતાનો બેઝ વધશે.'

સમિતિએ તે પણ સૂચવ્યું કે સંપત્તિ કરવેરા બેઝ વધારવા માટે તેમાં અમૂર્ત નાણાકીય અસ્કયામતોને પણ જોડી દેવો જોઇએ. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2012-13માં સર્વિસ ટેક્સ માટે લાયકમાં ફક્ત 33 ટકાએ જ રિટર્ન ભર્યા હતા, આ ટકાવારી ગત નાણાકીય વર્ષ કરતા 1 લાખથી ઓછી હતી. ત્યારે 50 ટકાથી વધારે રજિસ્ટર્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કરદાતા રિટર્ન ફાઇનલ કરી રહ્યા નથી.

No comments: