નવી દિલ્હી : રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલય દેશભરમાં વાહનોની નોંધણીની લાંબી પ્રક્રિયાની આગામી વર્ષથી ડિજિટલ કરવાની યોજના ધરાવે છે. સરકારે તમામ ઉત્પાદકોને ભારતમાં બનતા અને વેચાતા દરેક વાહનની વિગતો અપલોડ કરવા જણાવ્યું છે.
તાજેતરમાં ઈશ્યુ કરાયેલ નોટિફીકેશન પ્રમાણે વાહનોની નોંધણીની ઓનલાઈન પ્રક્રિયાથી અત્યારની માથાકૂટભરી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાંથી લોકોને મુક્તિ મળશે. દેશમાં ઘણા ભાગોની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોંધણી પ્રક્રિયા પુરી થતાં મહિનાઓ લાગતા હોય છે.
વાહનના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનું માળખુ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, અમે વાહનના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનું માળખુ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કર્યું છે. જેને લીધે ગ્રાહકોને ઘણા બધા દસ્તાવેજો અને ફોર્મ્સ નહીં ભરવાની પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.

વાહનનો ડેટા પોર્ટલ પર ઉપલબ્ધ નહીં હોય તો તેનું રજિસ્ટ્રેશન શકય નહીં બને
દરેક ઉત્પાદકે નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવા વાહનનો તમામ ડેટા-એન્જિન અને ચેસિસ નંબર, કલર સહિતની વિગતો આપવી પડશે.’ સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર વાહનનો ડેટા પોર્ટલ પર ઉપલબ્ધ નહીં હોય તો તેનું રજિસ્ટ્રેશન શકય નહીં બને.

મંત્રાલયે રજિસ્ટ્રેશન માટે ડેટાની પ્રક્રિયા સરળ બનાવવા પોર્ટલ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકાર દ્વારા સંચાલીત નેશનલ ઈન્ફર્મેટિકસ સેન્ટર સોફટવેર વિકસાવી રહ્યું છે.
નોંધણી પ્રક્રિયા ઓનલાઇન થશે તો ગ્રાહકોના સમય અને પેપર વર્કમાં ઘણી બચત થશે
ઉલ્લેખનીય છે કે, હવે એક જ પોર્ટલની મદદથી વાહનની ઝીણવટીભરી તમામ વિગતો જાણી શકાશે. એક જ પોર્ટલ પર વાહનોની વિગતો મળવાની શરૂ થાય અને નોંધણી પ્રક્રિયા પણ ઓનલાઇન શકય બને તો ગ્રાહકોના સમય અને પેપર વર્કમાં ઘણી બચત થશે.

દરેક ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટના ડેટાબેઝનું ઇન્ટિગ્રેશન શકય બનશે
સરકારે છેલ્લાં ઘણાં વર્ષોથી એક રાષ્ટ્રીય પોર્ટલ તૈયાર કરવા વિવિધ રાજયોના આરટીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે કામ કરી રહી છે. તેને લીધે દરેક ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટના ડેટાબેઝનું ઇન્ટિગ્રેશન શકય બનશે અને દેશભરમાં વાહન અંગેની તમામ માહિતી જોઇ શકાશે. જેમાં વાહનના ટેકસ પેમેન્ટ, ફિટનેસ સર્ટીફીકેટ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment