Wednesday, December 3, 2014

સીબીઆઈના નવા નિર્દેશક તરીકે અનિલકુમાર સિંહાની પસંદગી

Anil Kumar Sinha CBI director selected
વરિષ્ઠ આઈપીએસ અધિકારી અનિલકુમાર સિંહાને મંગળવારે રાત્રે કેન્દ્રીય જાંચ બ્યુરો (સીબીઆઈ) એ નવા નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા. તેઓ રણજીત સિંહાનું સ્થાન લેશે. એક સરકારી અધિસૂચના ના જણાવ્યા મુજબ સિંહાનો કાર્યકાળ પદભાર તારીખથી લઇ બે વર્ષ સુધીનો હશે.
રણજીત સિંહાને ૨જી સ્પેક્ટ્રમ ઘોટાલા મામલે જાંચમાં ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા જાંચથી દૂર રહેવાનો આદેશ આપ્યા બાદ તેઓ વિવાદો વચ્ચે નિવૃત્ત થયા હતા. બિહાર કેડરના ૧૯૭૯ બેંચના અધિકારી અનિલકુમાર સિંહા સીબીઆઈમાં વિશેષ નિર્દેશક હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી કેબીનેટની નિયુક્તિ સમિતિએ અનીલ્કુમાર સિંહાના નામને મંજૂરી આપી દીધી છે. જેઓ ઉમ્મેદવારની સૂચીમાં શામેલ હતા.
આ પૂર્વે અત્યાર સુધી મોદીએ ભારતના પ્રધાન ન્યાયાધીશ અને લોક્સભામાં મુખ્ય વિપક્ષી દળના નેતા સાથે નવા સીબીઆઈ પ્રમુખના પદને લઈને વિચાર વિમર્શ કર્યું હતું.
સુત્રોની જાણકારી મુજબ કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારાચૂંટાયેલા લગભગ ૪૦ અધિકારીઓના નામ પર વિચાર કર્યો હતો. રણજીત સિંહાએ પોતાના કાર્યકાળ દરમ્યાન બે વર્ષ સુધી ઘણા ઉતારચઢાવ સંભાળ્યા. અંતે તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ મોડ પર આવી પૂર્ણ થયો છે.
સિંહાના કાર્યકાળ દરમ્યાન લાંચ લેવાના ઘણા કેસના ભંડાફોડ્યા. જેમાં, રેલ્વે બોર્ડના સદસ્ય , એક સાર્વજનિક ક્ષેત્રના બેંક અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક તથા સેન્સર બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી સહીત ઘણા અન્ય મુદ્દાઓ પણ શામેલ હતા.
Post a Comment