GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

BANK ચેક પર લખેલા આ નંબર આપે છે જાણકારી, જાણો તેનો અર્થ

BANK ચેક પર લખેલા આ નંબર આપે છે જાણકારી, જાણો તેનો અર્થ
નવી દિલ્હીઃ ચેક બુક અંગે આપ જાણતા જ હશો. તમારામાંથી ઘણા લોકોએ કોઇના માટે તો ચેક ઇશ્યૂ કર્યા જ હશે. મુદ્દો એ છે કે ચેકથી સાથે આપણા બધાનો પનારો પડે છે. જો આપને પૂછવામાં આવે કે ચેક પર શું-શું હોય છે તો આપ શું કહેશો. રકમ, સહી, નામ વગેરે. પરંતુ આ ઉપરાંત પણ ઘણી એવી જાણકારીઓ હોય છે જે અંગે આપને કોઇ જાણકારી નથી હોતી. આ હોય છે બેંક સંબંધિત જાણકારીઓ.
 
તમે વિચારી રહ્યા હશો કે આ જાણકારી શા માટે જરૂરી છે. વાત એમ છે કે આ પ્રકારની જાણકારી આપને ઘણાં સ્માર્ટ બનાવી શકે છે. એક ચેક આપના બેંક એકાઉન્ટની આખી કુંડળી બધાની સામે લાવી શકે છે. દિવ્યભાસ્કર.ડોમ આપને બતાવવા જઇ રહ્યું છે ચેક સાથે સંકળાયેલી કેટલીક જરૂરી જાણકારીઓ.
 
ચેક નંબર-
 
ચેક નંબર 6 ડિઝિટનો હોય છે. આ તમારા ચેક બુકની રનિંગ સીરિઝનો નંબર હોય છે. કોઇપણ પ્રકારના રેકોર્ડ માટે સૌથી પહેલાં ચેક નંબર જ જોવામાં આવે છે. જો કોઇ આપને ચેક ઇશ્યૂ કરે તો સૌથી જરૂરી છે ચેક નંબર.BANK ચેક પર લખેલા આ નંબર આપે છે જાણકારી, જાણો તેનો અર્થ
MICR કોડ
 
આનો મતલબ હોય છે મેગ્નેટિક ઇંક કેરેકટર રેકોગ્નિશન. આ નંબર બેંકને જયાંથી ચેક ઇશ્યૂ થયો હોય તે બ્રાન્ચ શોધવામાં મદદ કરે છે. ચેકના આ કોડને એક ખાસ ચેક રીડિંગ મશીન વાંચે છે. આ 9 અંકનો એક નંબર હોય છે જે ચેક માટે ઘણો જ જરૂરી છે. આ નંબર 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે.
 
સિટી કોડ-
 
એમઆઇસીઆર કોડના પ્રથમ 3 ડિજિટ સિટી કોડ હોય છે. આ આપના શહેરના પિન કોડના પ્રથમ ત્રણ ડિજિટ જ હોય છે. આ નંબરને જોઇને તમે કયા શહેરમાંથી ચેક આવ્યો છે તે શોધી  શકો છો. BANK ચેક પર લખેલા આ નંબર આપે છે જાણકારી, જાણો તેનો અર્થ
બેંક કોડ
 
MICR કોડના પ્રથમ 3 અંક તે બેંકની જન્મકુંડળી પકડી પાડે છે. જે દરેક બેંકનો યુનિક કોડ હોય છે. આ કોડથી તમે બેંકની ઓળખ કરી શકો છો. ઉદાહરણ તરીકે આઇસીઆઇસીઆઇ બેંકનો કોડ હોય છે 229, એચડીએફસીનો 240.
 
બ્રાન્ચ કોડ
 
MICR કોડના અંતિમ દિવસે ડિજિટ હોય છે બ્રાન્ચ કોડ. દરેક બેંકનો પોતાનો બ્રાન્ચ કોડ હોય છે. આ કોડ બેંકની સાથે સંકળાયેલા દરેક ટ્રાન્ઝેકશનમાં આ કોડનો પ્રયોગ થાય છે. BANK ચેક પર લખેલા આ નંબર આપે છે જાણકારી, જાણો તેનો અર્થ
બેંક એકાઉન્ટ નંબર
 
આપના ચેકમાં એક ખાસ નંબર પણ હોય છે. જેની પર કદાચ તમારૂ ધ્યાન ગયું હશે. આ હોય છે આપનો બેંક એકાઉન્ટ નંબર. આ નવી ચેક બુકમાં આવે છે. જો આપનું ધ્યાન જુની ચેક બુક પર ગયું હશે તો કોર બેંકિંગ સોલ્યૂશન પહેલા તેનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યુ હોવાના કારણે તેમાં એકાઉન્ટ નંબર નહીં હોય.
 
ટ્રાન્ઝેકશન આઇડી
 
આપના ચેકની નીચે છપાયેલા નંબરોમાંથી અંતિમ બે અંક દર્શાવે છે. આપનો ટ્રાન્ઝેકશન આઇડી. 29, 30 અને 31 એટ પાર ચેક દર્શાવે છે અને 09, 10 અને 11 લોકલ ચેક દર્શાવે છે. હવે સમજયા શું શું બતાવે છે આપનો ચેક

No comments: