લંડન – હૈદરાબાદનિવાસી ભારતીય યુવક મોહમ્મદ ખુર્શીદ હુસેને તેના નાક વડે ૪૭ સેકંડમાં અંગ્રેજીના ૧૦૩ શબ્દ ટાઈપ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
નાક વડે ટાઈપિંગમાં નિષ્ણાત થવા માટે હુસેન છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ ૬ કલાકની તાલીમ લે છે.
૨૩ વર્ષીય અને આઈટી વિદ્યાર્થી હુસેનના બંને હાથને પાછળથી બાંધી રાખવામાં આવ્યા હતા અને તેણે અંગ્રેજીમાં આ વાક્ય ટાઈપ કર્યું હતું: ‘”Guinness World Records has challenged me to type this sentence using my nose in the fastest time.’
હુસેને આ બીજો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આ પહેલા તે એની આંગળીઓ વડે માત્ર ૩.૪૩ સેકંડમાં અંગ્રેજી બારાખડી ટાઈપ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવી ચૂક્યો હતો.
હુસેને કહ્યું કે તેણે એની એક આંખ બંધ રાખીને ટાઈપિંગ કર્યું હતું અને તેને કારણે કી શોધવામાં તેને બહુ મુશ્કેલી પડી હતી.
No comments:
Post a Comment