વડાપ્રધાનની જનધન યોજનાએ એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેના કારણે આ યોજનાને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ યોજાનાને શરૂ કરે હજી માત્ર પાંચ મહિના જ થયા છે ત્યારે આ યોજના અંતર્ગત સાડા અગિયાર કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સફળતા માટે રાજ્ય સરકારોની અભિનંદન પાઠવ્યા છે.
આ મુદ્દે જાણકારી આપતા નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટના દિવસે આ યોજનાને લાગુ કરી હતી. જેમાં 26 જાન્યુઆરી સુધીમાં સાડા સાત કરોડ ખાતાઓ ખોલાવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ગ્રામીણ વિસ્તારોનો જ નહીં પરંતુ શહેરી વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેટલીએ કહ્યું હતું કે, યોજનાની સફળતા પાછળ કેન્દ્ર સરકારની વિચારસરણીને લોકો સુધી પહોંચાડવા માટે સફળ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાને વધારે સફળ બનાવવા માટે કેન્દ્ર સરકારની ભૂમિકા પ્રશંસનીય છે. આ યોજનાની સફળતા પછી કેન્દ્ર સામે આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતાને ચાલુ રાખવાનો મોટો પડકાર છે. અત્યારે આ યોજના અંતર્ગત 28 ટકા ખાતા ચાલુ છે.
No comments:
Post a Comment