નવી દિલ્હી તા. 27 ઓક્ટોબર 2014
દેશમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સર્વિસ વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ની ઓફિસમાં હાજર છે. વડાપ્રધાન કાર્યાલયમાં હાજર ઇન્ટરનેટ સ્પીડ 34 એમબીપીએસની છે. જ્યારે ભારતમાં ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ 2 એમપીએસ છે. આ વાત એક આરટીઆઇની અરજી થકી જાણવા મળી છે.
onlinerti.comના સહ-સંસ્થાપક વિનોદ રંગનાથને આ આરટીઆઇ અરજી દાખલ કરી હતી. આ અરજીના જવાબમાં જ પીએમઓએ જણાવ્યુ હતુ કે ઇન્ફર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) પીએમઓને ઇન્ટરનેટના વપરાશ માટે 34 એમબીપીએસની સ્પીડ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
રંગનાથને જણાવ્યું હતુ કે આમાં કંઇ ખોટું નથી કારણકે પીએમ હોવાના કારણે તેમને હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન મળવુ જ જોઇએ. અમેરિકામાં ગૂગલ ફાઇબર સામાન્ય વ્યક્તિને પણ 1 જીબીપીએસની કનેક્ટિવિટી આપી રહી છે. ભારતમાં પણ કોચીમાં કેટલીક જગ્યાએ 1 જીબીપીએસની કનેક્ટિવિટી મળી રહી છે જે પીએમઓ પાસે રહેલા ઇન્ટરનેટ કરતા 30 ગણી વધારે છે.
તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલ એક રિપોર્ટ મુજબ ઇન્ટરનેટ સ્પીડના કિસ્સામાં ભારત દુનિયામાં 115મા નંબર પર હતો. દક્ષિણ કોરિયા આ કિસ્સામાં સૌથી આગળ છે, પીએમ મોદીએ દેશમાં હાઇ સ્પિડ ઇન્ટરનેટ માટે મહત્વકાંક્ષી ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરી છે જેના પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ યોજના થકી દેશના ગ્રામ્ય વિસ્તારોમાં હાઇ સ્પિડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થઇ શકશે.

No comments:
Post a Comment