સિંહ વ્હાઇટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્ટાફમાં સેવા આપી ચૂક્યા છે
- વર્ષ 2011માં એનએસડીમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી
ભારતીય મૂળની અમેરિકન નાગરિક અનિતા એમ. સિંહને ન્યાય વિભાગના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ(એનએસડી)ના પ્રમુખના પદે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાના સહાયક એટર્ની જનરલ પી.કાર્લિને જાહેરાત કરી કે વ્યૂહાત્મક બદલાવ રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા અને અમેરિકાની એટર્નીને સશક્ત બનાવવા જઇ રહ્યા છે, કારણ કે તેઓ આ મુદ્દાઓના તળીયે સુધી પહોંચવા માંગે છે.
અનિતા સિંહને વ્યૂહાત્મક વ્યવસ્થાપન મુદ્દે અને ઊભરતા ખતરાના ક્ષેત્રમાં માળખાકીય પરિવર્તનની રચનાની કામગીરીમાં દોઢ વર્ષ સુધી પોતાની સેવા આપ્યા બાદ ચીફ ઓફ સ્ટાફ એન્ડ કાઉન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સિંહ વ્હાઇટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્ટાફમાં સાઇબર સંબંધિત મુદ્દાઓ પર ઇન્ટેલિજન્સ કાર્યક્રમ અને સુધારાના નિયામક તરીકે થોડા સમય સેવા આપ્યા બાદ 2011માં એનએસડીમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
તેમણે પોતાનુ કરિયાર ન્યાય વિભાગમાં ઓનર્સ કાર્યક્રમમાં ક્રિમિનલ શાખામાં કમ્પ્યુટર ક્રાઇમ અને ઇન્ટેલિજન્સ સંપત્તિ વિભાગથી શરૂ કરી હતી અને ત્યાર બાદ વિભિન્ન એટર્ની જનરલના સાઇબર સુરક્ષા માટે કાઉન્સલરના પદ પર કામ કરી ચૂક્યા છે.
No comments:
Post a Comment