આધાર કાર્ડ અંગે પોતાનું જૂનું વલણ બદલી ગૃહ મંત્રાલય હવે તેનું પૂરૂં સમર્થન કરી રહ્યું છે. મંત્રાલયનું માનવું છે કે, આધાર કાર્ડને લીધે એના લાભકર્તાની પ્રમાણભૂતતા ગમે તે સમયે, ગમે ત્યાં અને ગમે તે રીતે ચકાસી શકાશે. આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સાર્વભૌમ ઓળખ છે.
આ બાબતે રાજ્ય સરકારોને લખેલા એક પત્રમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર કાર્ડમાં એક વ્યક્તિને એક નંબર ફાળવવામાં આવ્યો હોવાથી તે વ્યક્તિની આંતરરાષ્ટ્રીય ઓળખની ચકાસણી શક્ય બને છે.
આધાર કાર્ડને લીધે વંચિત તથા જરૂરતમંદ લોકો સુધી બૅન્કિંગ જેવી સુવિધાઓ પહોંચાડી શકાય છે. આધાર કાર્ડ વ્યક્તિની ભૌગોલિક તથા બાયોમેટ્રિક માહિતી પર આધારિત હોવાથી બોગસ આઇડેન્ટિટી કે ફ્રૉડનું જોખમ રહેતું નથી એવું પણ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.
No comments:
Post a Comment