ગાંધીનગર: તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેની સંકલ્પના કરી હતી તે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પ્રોજેક્ટનું કાર્ય ચાર વર્ષમાં પૂર્ણ કરવાની કટિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેના બાંધકામના કાર્યારંભનો વર્ક પ્રોજેક્ટ એલ એન્ડ ટી કંપનીને સોંપ્યો છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, મંત્રીમંડળના સાથીઓ, મુખ્ય સચિવ વરેશ સિંહા અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ એકતા ટ્રસ્ટ દ્વારા એલ અેન્ડ ટીના ઉચ્ચ અધિકારીઓને આ પ્રોજેક્ટના વર્ક ઓર્ડર સુપરત કરવામાં આવ્યા હતા.
સ્ટેચ્યૂના નિર્માણમાં વપરાશ અને ખર્ચ
75000 ઘન મીટર કોન્ક્રીટ
5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ
18500 મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ બાર
1900 મેટ્રિક ટન 8 મીમી જાડાઈનું કાંસુ
2989 કરોડ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ
1347 કરોડ પ્રતિમા નિર્માણ ખર્ચ
234 કરોડ મ્યુઝિયમ, પાર્ક અન્ય
83 કરોડ પ્રતિમા સુધીનો પુલ
5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ
18500 મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ બાર
1900 મેટ્રિક ટન 8 મીમી જાડાઈનું કાંસુ
2989 કરોડ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ
1347 કરોડ પ્રતિમા નિર્માણ ખર્ચ
234 કરોડ મ્યુઝિયમ, પાર્ક અન્ય
83 કરોડ પ્રતિમા સુધીનો પુલ
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જણાવ્યા મુજબ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો આ પ્રોજેક્ટ કૃષિ, જળવ્યવસ્થાપન, સરદાર સાહેબના જીવન કવન પર શોધ-સંશોધન અને પ્રવાસન આકર્ષણ કેન્દ્ર સગવડતાઓ સાથે સ્થાનિક યુવા રોજગાર નિર્માણ અને વિસ્તારના સર્વગ્રાહી વિકાસનો પ્રોજેક્ટ બની રહેશે.
No comments:
Post a Comment